તીર્થ સ્થાન ચાણોદના નંદેરીયા ખાતે વૈશાખ સુદ સાતમ ગંગા સાતમે ગંગાજી નર્મદાજીમાં પ્રાતઃ બ્રહ્મમુહૂર્તમાં વિલિન થતા હોય ત્યારે સ્નાનનો મહિમા વધી જતો હોય આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઊમટયાં હતા.
આજરોજ વૈશાખ સુદ સાતમ હોય નંદેરીયા નંદિકેશ્વર મંદિર દ્વારા આવનારા ભક્તો માટે આગલી રાતથી રહેવાની વ્યવસ્થા કરેલ હોય મંદિર રોશની સજાવ્યું હતું. અને નર્મદા તટે રોશનીની વ્યવસ્થા કરાઇ હતી. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ વાહનો લઇ રાત્રે માં નર્મદા પટમાં રહેઠાણ ભજન કરેલ હોય સવારે બ્રહ્મમુહૂર્તમાં નર્મદાજી ગંગાજીના સ્નાનનો લાભ ઉઠાવ્યો હતો. નર્મદાજી ગંગાજીના પૂજન અર્જન કર્યા હતા. નંદિકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુએ નર્મદે હર હર હર ગંગેના નાદ સાથે ધુણી ધખાવી હતી. નંદિકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
