
Despite CM Order, Gujarat Ministers Skip: ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણનો હેતુ પ્રજાના કામોમાં ઝડપ લાવવાનો અને સરકારી તંત્રને ગતિશીલ બનાવવાનો હતો, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કડક આદેશ છતાં નવા મંત્રીમંડળની ગંભીરતામાં ઝાઝો ફેર પડ્યો નથી. મુખ્યમંત્રીએ સોમવાર અને મંગળવારને મુલાકાતના દિવસો જાહેર કરીને ફરજિયાત હાજર રહેવા સૂચના આપી હતી, છતાં મોટાભાગના મંત્રીઓ સચિવાલયમાંથી ગેરહાજર રહેતા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
સોમવારે ‘સ્વર્ણિમ સંકુલ’ સુમસામ
સોમવારે (24મી નવેમ્બર) સચિવાલયનું સ્વર્ણિમ સંકુલ-2 સૂમસામ ભાસતું હતું, કારણ કે મુખ્યમંત્રીના આદેશની મોટાભાગના મંત્રીઓએ અવગણના કરી હતી. મુખ્યમંત્રી પોતે જામનગરના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી લંડનના પ્રવાસે ઉપડ્યા હતા.
