Dahegam: ઉદણ પ્રા.શાળામાં શિક્ષકો કેવું ભણાવે છે, કલેક્ટરે બાળકોને જ સીધું પૂછયું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કલેક્ટર કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, કોઈપણ વ્યક્તિ સરકાર સુધી રજૂઆત લઈને આવવો ન જોઈએ.

દરેકની સમસ્યા-પ્રશ્નનો ઉકેલ જે તે જિલ્લા કક્ષાએથી જ થઈ જવો જોઈએ. અરજદારના કામોનો ઝડપી ઉકેલ લાવી દેવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. ઘણીવાર જિલ્લા વહીવટી તંત્ર અરજદારની અરજીને ગણકારતું નથી તો ન છૂટકે તે સરકાર સુધી પહોંચે છે. જેની ગંભીર નોંધ આ વખતે લેવામાં આવી હતી. આજે જિલ્લા કલેક્ટરે દહેગામ તાલુકાના બે ગામો ઉદણ અને પાટનાકૂવાની મુલાકાત લીધી હતી.

જેમાં ગ્રાજમનો પાસેથી વિગતો મેળવવા તથા તેમના પ્રશ્નોને જાણવા માટે ગ્રામસભા યોજી હતી. કલેક્ટરે ઉદણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોની હાજરી, શિક્ષણનું સ્તર અને બાળકોના પિરસાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસી હતી. આ માટે તેમણે શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત વ્યાજબી ભાવની દુકાનની પણ મુલાકાત લઈને લાભાર્થીઓને નિયત તથા ગુણવત્તાયુક્ત અનાજનો જથ્થો આપવામાં આવે છે કે નહિ તેની પણ જાતતપાસ કરી હતી. લાઈવ સ્ટોક રજીસ્ટરને પણ ચકાસ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *