દેવગઢ બારીયા શહેરમાં લુખ્ખા તત્વોની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. અરિહંત પેટ્રોલિયમ ખાતે CNG ગેસ પુરાવવા આવેલા ઈકો ગાડીના ચાલકે પેટ્રોલ પંપના સંચાલક સાથે ગાળો બોલી મારામારી કરી હતી.
‘ઝીરો કેમ નથી કર્યું’ કહી કાર ચાલકે સંચાલકને અપશબ્દો કહ્યા
માહિતી અનુસાર, CNG પંપ પર ગાડી રોકી ‘ઝીરો કેમ નથી કર્યું’ કહી કાર ચાલકે સંચાલકને અપશબ્દો કહ્યા અને લાફો ઝીંક્યો હતો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી
પેટ્રોલ પંપ સંચાલકે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો—- AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો
