Deesa: મહાદેવિયામાં શિવરાત્રીનો મેળો ભરાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ડીસાના મહાદેવિયામાં બનાસ નદીના કાંઠે અતિ પ્રાચીન સોનેશ્વર મહાદેવનું મંદિર આજે પણ શ્રાદ્ધા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. પૌરાણિક મંદિરે મહાશિવરાત્રીના પાવન દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. ખાસ વાત એ છે કે અહીં વર્ષો જૂની અનોખી પરંપરા આજે પણ જીવંત છે, જ્યાં ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ શાકભાજી મહાદેવને અર્પણ કરે છે. મહાદેવિયા ગામના ખેડૂતો વર્ષો પહેલા બનાસ નદીના પટમાં ખેતી કરતા હતા. તે સમયમાં ખેતરમાં ઉપજતા શાકભાજી અને પાક મહાદેવને અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ હતી. આ પરંપરા આજે પણ અવિરત રીતે ચાલુ છે. આજે પણ ખેડૂતો પોતાના ખેતરમાંથી લાવવામાં આવેલ શક્કરિયા, બટાકા, રીંગણ, મરચાં સહિત વિવિધ શાકભાજી શિવલિંગ પર ચડાવે છે અને મહાદેવનો આશીર્વાદ મેળવે છે. મહાશિવરાત્રી મહામેળામાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *