Dhorajiમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. ધોરાજી મગફળી ખરીદી કેન્દ્રની બહાર મગફળી ભરેલા વાહનોની દૂર સુધી લાઇન જોવા મળી રહી છે. ધોરાજીમાં કુલ 10,700 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા

વહીવટી તંત્ર દ્વારા દરરોજ 150 જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવે છે. 18 નવેમ્બર સુધીમાં કુલ 800 જેટલા ખેડૂતોને મગફળી વેચાણ માટે મેસેજ કરવામાં આવ્યા હતા, જેમાંથી 551 જેટલા ખેડૂતો કેન્દ્ર પર મગફળી વેચવા આવ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટી પડતાં ખરીદી કેન્દ્ર બહાર વાહનોની લાંબી લાઇન જોવા મળી રહી છે.

આ  પણ વાંચો: Dhoraji નજીક મોરબી-બાંટવા રૂટની ST બસ પલટી જતા અકસ્માત, 20થી વધુ મુસાફરો થયા ઈજાગ્રસ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *