Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત અને જાગૃત રાખવા માટે ધોરાજી નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.

એક વ્યક્તિને માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરતા રાખવામાં આવ્યો

આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકાની વાહનમાં એક વ્યક્તિને માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરતા રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ભૂકંપના આંચકા આવે ત્યારે કઈ પ્રકારની સાવચેતી રાખવી, ઘરમાં કે બહાર કેવી રીતે સુરક્ષિત રહેવું તેમજ અફરાતફરી ન મચાવવાની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવી હતી.

ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું

નગરપાલિકા દ્વારા શહેર ઉપરાંત ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોઈપણ આપત્તિ સમયે લોકો યોગ્ય માર્ગદર્શનથી જ સુરક્ષિત રહી શકે, તે હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે.

નગરપાલિકાના આ પ્રયાસને આવકાર્યો

સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાના આ પ્રયાસને આવકાર્યો છે અને આવી જાગૃતિથી લોકોમાં ભય ઘટી સાવચેતી વધશે તેવી આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો—-   Jetpur: લુણાસરી ગામ બન્યું ભૂકંપનું એપી સેન્ટર, અત્યાર સુધીમાં એક બાદ એક આવ્યા 12 ભૂકંપના આંચકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *