Dhrangadhra: સુરેન્દ્રનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કાર પુલ પરથી નીચે ખાબકતાં માતા-પુત્ર ગંભીર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે પર આવેલ ભારદ ગામના પાટીયા પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર પુલ (નાળા) પરથી નીચે ખાબકતાં કારમાં સવાર માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સુરેન્દ્રનગર હાઇવે પર કારનો અકસ્માત

પ્રાથમિક માહિતી અનુસાર, કારચાલકે કોઈક કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતાં જ કાર અનિયંત્રિત બનીને નાળા (પુલ) પરથી નીચેની તરફ ખાબકી હતી. કાર નીચે પડતાં જ અકસ્માતનો ભયંકર અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

કાર પુલ પરથી નીચે ખાબકતા માતા-પુત્ર ગંભીર

આ અકસ્માતમાં કારમાં સવાર માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *