Dhrolમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીએ જીવન ટૂંકાવ્યું, ત્રણ આરોપી સામે ગુનો દાખલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જામનગર જિલ્લાના ધ્રોલમાં 32 વર્ષિય યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પ્રેમીએ લગ્ન કરવાની હા પાડ્યા પછી ફરી જતાં આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પ્રેમી અને તેની સાથે અન્ય બે મહિલાઓના ત્રાસ અને મરી જવા માટે મજબૂર કરવા અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. આરોપી મિલન અને તેના બહેન રેખાબેન રમેશભાઈ ચાવડા તેમજ કંકુબેન દેવજીભાઈ ચાવડા સામે મરવા મજબૂરની નોંધાઈ ફરિયાદ નોંધાય છે.

યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીને પ્રેમમાં દગો મળતા ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આરોપી મિલન કંટારીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને લગ્નનો વાયદો કર્યો હતો. પરંતુ પ્રેમીએ દગો દેતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પ્રેમમાં દગો મળતા ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

આરોપી રેખાબેન રમેશભાઈ ચાવડા તેમજ કંકુબેન દેવજીભાઈ ચાવડાએ આપઘાત કરનાર યુવતીને કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કરી લે, મરવું હોય તો મરી જાજે તેમ કહી મરવા માટે મજબુર કરતા મધુબેન વાઘેલાએ પોતાના ઘરે ગળાફાંસા ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. આ બનાવની જાણ ધ્રોલ પોલીસને થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો. ત્રણેય આરોપી સામે મરવા મજબૂરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *