'DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય', ગેનીબેનનું મોટું નિવેદન

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized


Banaskantha News: ઠાકોર સમાજનું નવું બંધારણ તો અમલમાં આવી ગયું છે પણ હાલ ડીજે વગાડવા મુદ્દે સમાજમાં બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ બંધારણ ઘડનાર આગેવાનો અને નેતાઓ સર્વ સંમતિથી બંધારણ પાસ થયું છે તેથી એક વર્ષ સુધી કોઈ ફેરફાર થશે નહીં તેવી હામ ભરી રહ્યા છે બીજી તરફ અમુક કલાકારો Dj પર પ્રતિબંધનો જોરશોરથી વિરોધ કરી સમાજનું બંધારણ ઘડનારા આગેવાનોને પડકાર ફેંકી રહ્યા છે તેવામાં આજે ભાભર ખાતે ઠાકોર સમાજની બેઠકમાં સાંસદ ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે DJ વાળી વાત કરવાની નથી, તેમાં વર્ષ 2027 સુધી તો કોઈ ફેરફાર થવાનો નથી જ.  DJ વિવાદ પર બેઠકમાં હાજર અલ્પેશ ઠાકોર સહિત તમામ આગેવાનોએ મક્કમતા દર્શાવી હતી.

‘2027 સુધી કોઈ ફેરફાર થવાનો નથી’

DJ વિવાદ પર સાંસદ ગેનીબેને પોતાનો મત ખૂલીને મૂકતાં ક્હ્યું હતું કે ‘સમાજે જે નિયમો ઘડ્યા છે, તેમાં ડીજે વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *