
Impact of Ethiopia’s Volcano on India : જ્વાળામુખી વિસ્ફોટની તીવ્રતા અને તાકાત કેટલી હોય છે, એનો એક ઔર પરચો માનવજાતને તાજેતરમાં મળ્યો છે. 23 નવેમ્બર, 2025ના રોજ આફ્રિકાના દેશ ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં સ્થિત ‘હાયલી ગુબી’ નામનો જ્વાળામુખી ફાટ્યો હતો. 12,000 વર્ષની લાંબી નિદ્રા પછી ફાટેલા આ જ્વાળામુખીએ જબરદસ્ત વિસ્ફોટ કર્યો હતો અને એની રાખ આફ્રિકાથી છેક દિલ્હી સુધી પહોંચી ગઈ છે. રાખ 4,500 કિ.મી. દૂર કઈ રીતે પહોંચી ? એને લીધે દિલ્હીની પ્રદૂષિત હવામાં કેટલો વધારો થશે? આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિગતે વાત કરીએ.
