
Mission Golden Dynamite : વેનેઝુએલાના વિપક્ષી નેતા, માનવાધિકાર કાર્યકર્તા અને વર્ષ 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ‘મારિયા કોરિના મચાડો’ને તેમના જ દેશ વેનેઝુએલામાંથી સલામતીપૂર્વક બહાર લઈ જવાનું દિલધડક ગુપ્ત મિશન પાર પડી ગયું છે. મારિયા કઈ રીતે વેશપલટો કરીને, તોફાની કેરેબિયન સમુદ્રમાં નાની હોડીમાં સફર ખેડીને, ગુપ્તપણે હવાઈયાત્રા કરીને નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા એની વિગતો હેરતઅંગેઝ છે.
ગુપ્ત મિશનની જરૂર શા માટે પડી?
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરો સરમુખત્યાર હોય એમ દમનકારી નીતિ આચરી રહ્યા છે. લોકશાહી અને માનવાધિકારોના હિમાયતી મારિયા કોરિના મચાડો માદુરોશાસન વિરુદ્ધ પ્રખર અવાજ ઉઠાવતા રહ્યા છે.
