![]() |
| (IMAGE – IANS) |
Hong Kong Building Fire: હોંગકોંગના તાઈ પો જિલ્લાના ‘વાંગ ફુક કોર્ટ’ રહેણાક વિસ્તારમાં 26 નવેમ્બરના રોજ સ્થાનિક સમય મુજબ બપોરે 1:51 વાગ્યે એક ભયંકર અગ્નિકાંડ સર્જાયો હતો. અહીં 32 માળના 8 વિશાળ રહેણાક ટાવર આવેલા છે, જેમાંથી સાત આગની ચપેટમાં આવી જતાં 44 લોકો જીવતા જ સળગી ગયા હતા.

