Gir Somnath News: વેરાવળમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરમા બ્લાસ્ટ, પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગીર સોમનાથના વેરાવળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં પાંચ લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે. ભીડિયા વિસ્તારના રહેણાંક મકાનમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ભીડ ભંજન મંદિર નજીક રાત્રે આઠ વાગે ઘટના બની હતી. રસોઈ બનાવતી વખતે અચાનક બ્લાસ્ટ થયો હતો. દાઝેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

ગીર સોમનાથના વેરાવળમાં ભીડીયા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. રસોઈ બનાવતી વખતે 7 કિલોના ગેસ બાટલામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ મકાનમાં આગ ભભૂકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં કૂલ પાંચ લોકો દાઝી ગયા હતાં. 4 લોકોને સામાન્ય ઈજા સાથે સારવાર હેઠળ ખસેડાયા હતાં. જ્યારે ગંભીર રીતે દાઝેલો રાકેશ મેઘજીભાઈ પાંજરીને રાજકોટ રીફર કરાયા છે.

પાણીનો મારો ચલાવી આગ પર પ્રાથમિક કાબુ મેળવ્યો

સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર પ્રાથમિક કાબુ મેળવ્યો હતો.વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે આગને સંપૂર્ણ કાબુમાં લઈને મોટી દુર્ઘટનાને ટાળી હતી.ભીડીયા ખારવા સમાજના અગ્રણી રમેશભાઈ ડાલકીએ કહ્યું હતું કે, રસોઈ દરમિયાન સિલિન્ડર અચાનક ફાટ્યાની પ્રાથમિક માહિતી મળી હતી. બ્લાસ્ટના કારણે વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું. પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: સરખેજના આકાશ એસ્ટેટમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *