Godhara: તળાવમાંથી મળેલ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પૂરવાર થયું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે આવેલા તળાવમાં તા.1 જાન્યુઆરી 2026 ના રોજ કોઈક અજાણ્યા શખ્સો શંકાસ્પદ માંસના થેલા ભરીને નાખી ગયા હતા.

ઘટનાની જાણ થતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ્ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પોલીસે ગ્રામજનોની ફરિયાદને આધારે જાણવાજોગ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ માંસનો જથ્થો ગૌ માંસ છે કે કેમ તેના નમૂના પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.બીજી તરફ્ પરીક્ષણ દરમિયાન આ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર થયું છે. આમ અજાણ્યા ઈસમોએ ગૌમાંસનો જથ્થો ભામૈયા ગામના તળાવમાં નાખીને તેમજ વોટર વર્કસની પાણીની ટાંકીમાં નાખીને પાણી દુષિત કર્યું છે, તેમજ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું છે, જેને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધીને અજાણ્યા ઇસમોની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *