Hansot : ખાતે ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

હાંસોટ ખાતે ભાજપ આયોજિત તિરંગા યાત્રામાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પાકિસ્તાનને યુધ્ધમાં મદદ કરનાર તુર્કીની બનાવટોનો બહિષ્કાર કરવાનું આહવાન કર્યું હતું. હાંસોટ ખાતે આજે ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાકાબા હોસ્પિટલ થી સર્કલ સુધી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો તથા સામાજિક સંસ્થા ના આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદેમાતરમના નારા ગૂંજી ઉઠયા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા તેમણે ભારતીય સેનાને બિરદાવી પહલગામના આતંકી હુમલાને વખોડી 26 ભારતીયોની શહીદીને નમન કર્યાં હતાં. અને પાકિસ્તાન તથા તેને મદદ કરનાર તુર્કીની બનાવટનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *