સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કુકડિયા અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ઈડરના આંગણે સૌપ્રથમ વાર માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે આવો કરીએ માતૃભાષાનું મહિમાગાન અન્વયે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું.
તા.16 ફેબ્રુઆરીના રોજ ઇડર આંજણા પાટીદાર આર્ટ્સ અને કોમર્સ કોલેજના હીરાલાલ હોલ ખાતે માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્યરસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્યપઠનનો રસાસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમની પ્રેરણા ર્ડા.ભાગ્યેશ જહા અધ્યક્ષ સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ ર્ડા.જયેન્દ્રસિંહ જાદવ મહામાત્રએ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. કાર્યક્રમમાં અશ્વિનભાઈ પટેલ, કાવ્યપઠન માટે ભરત ભટ્ટ, ર્ડા.નિષાદ ઓઝા તથા ર્ડા.મહેન્દ્ર પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કુમારી અનસુયાબેન ગામેતી, હેતભાઇ રામી મહાવિદ્યાલયન પ્રમુખે હાજર રહીને પ્રેરણા પુરી પાડી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રણેય કવિઓએ આગવી શૈલીમાં કાવ્યને ગઝલ પ્રસ્તુત કરીને ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર ર્ડા.કુમાર જૈમિનિ શાસ્ત્રી, સંયોજક ર્ડા.ઉત્પોકુમાર કુલકર્ણી, સમ્યક એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રકુમાર કુલકર્ણીએ કર્યુ હતું.
