HIV ગ્રસ્ત મહિલાઓને સર્વાઈકલ કેન્સર થવાનું 6 ગણું વધારે જોખમ, સિવિલના ડૉક્ટરોનો દાવો

📅 Published: December 28, 2025 | 📂 Category: Uncategorized


Cervical Cancer Risk: HIV સાથે જીવતી મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થવાનો જોખમ સામાન્ય મહિલાઓની તુલનામાં છ ગણો વધારે હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોએ ઘટસ્ફોટ કર્યો છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, HIVના કારણે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેના પરિણામે હ્યુમન પેપિલોમાવાયર (HPV) ચેપ લાંબા સમય સુધી શરીરમાં રહે છે અને તે સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ બને છે.

GCRI દ્વારા એક મહત્ત્વપૂર્ણ પહેલ

HIVગ્રસ્ત મહિલાઓને આ ગંભીર બીમારીથી બચાવવા માટે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (GCRI) દ્વારા એક મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. GCRIના ART સેન્ટર ખાતે HIV સાથે જીવતી મહિલાઓ માટે HPV DNA ટેસ્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *