Idar:રેવાસમાં ઈકો, રિક્ષા અને બુલેટ વચ્ચેના ટ્રિપલ અકસ્માતમાં ચાર શ્રમિકોનાં મોત નીપજ્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં રેવાસ ગામે સોમવારે મોડી રાત્રે ટ્રીપલ અકસ્માત થતાં ગંભીર ઈજાને કારણે ઈડરના ભોઈવાડામાં રહેતા ચાર યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. સોમવારે રેવાસ ગામે આવેલ સમાજવાડી નજીક મજૂરી કામ કરીને ઈડરના ભોઈવાડામાં રહેતા ચારેય જણા રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઈકો ચાલકે રિક્ષાને ટક્કર મારતા. રિક્ષાનો કચ્ચઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં બેઠેલા ચાર પૈકી બે જણાના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. ઘવાયેલા અન્ય બે યુવાનોનું સારવારમાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં એક બુલેટ સવાર પણ ઈજાગ્રસ્ત બન્યો હતો.

ધનસુરાના રાજપુર ગામના પોલીસ કોન્સ્ટેબલનું શામળાજી પોલીસની જીપ હડફેટે મોત, અન્ય બેને ઈજા

બાયડ : અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રાજપુર ગામના વતની અને ટીંટોઈ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પટેલ (ચૌધરી)નું ગતરોજ સોમવારની મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતુ. વીધિની વક્રતા એ હતી કે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃત્યુનું કારણ પોલીસની મોબાઈલ વાન બની હતી. કંટ્રોલના મેસેજના પગલે મહેશભાઈ સહિત ત્રણ કર્મી ટોમબાપુના કંપવા પાસે હાઈવા ટ્રક ઉભી રખાવી પૂછપરછ કરતા હતા ત્યારે શામળાજી પોલીસની જીપે ત્રણેય કર્મીને ટક્કર મારી હતી. જેમાં મહેશભાઈનું મોત નીપજ્યું હતું. અન્ય બે કર્મીને ઈજા થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *