
Ahmedabad Fraud: અમદાવાદમાં વૃદ્ધને ડરાવી-ધમકાવી આરબીઆઈ અધિકારી અને મુંબઈ ક્રાઇમ બ્રાંચના આઈપીએસ તરીકે ઓળખ આપનાર ઠગે દ્વારા 7.14 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. નવરંગપુરામાં રહેતા 63 વર્ષીય દીલિપ શાહને વિવિધ વોટ્સએપ નંબરો પરથી વારંવાર કોલ કરીને તેમની સામે કરોડો રૂપિયાના કૌભાંડ અને ગંભીર ગુનાઓના ખોટા આરોપમાં ફસાવાની ધમકી આપી પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
વૃદ્ધ પર બીભત્સ વીડિયો અને મેસેજ મોકલવાના આરોપ લગાવાયા
મળતી માહિતી મુજબ, આ ઘટના 29 ઓક્ટોબર 2025થી શરૂ થઈ હતી.
