Jamnagarમાં ભક્તિના ધામમાં તસ્કરોનો હાથફેરો: મંદિરમાંથી છતર અને દાનપેટીની રોકડની ચોરી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જામનગર જિલ્લામાં તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જામનગર નજીક આવેલા પ્રસિદ્ધ ધુતારપુર ગામના મંદિરમાં ગઈકાલે મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. રીઢા ગુનેગારોએ પવિત્ર ગણાતા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચાંદીના છતર અને દાનપેટીમાં રહેલી રોકડ રકમની લૂંટ ચલાવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દાનપેટી તોડી રોકડ રકમની લૂંટ ચલાવી

ગઈકાલે મોડી રાત્રે જ્યારે મંદિર બંધ હતું ત્યારે તસ્કરોએ ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ભગવાનના શણગારના અમૂલ્ય એવા ચાંદીના છતરની ચોરી કરી હતી અને ત્યારબાદ મંદિરમાં રહેલી દાનપેટીના તાળા તોડી તેમાંથી રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે.

CCTV ફૂટેજમાં કેદ થયા રીઢા ગુનેગારો

આજે વહેલી સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારોમાં પણ નાકાબંધી કરી તસ્કરોને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યંપ છે. શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ધાર્મિક સ્થાનોમાં પણ અસુરક્ષાનો માહોલ સર્જાતા સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *