Jasdan : હીરા ઉદ્યોગમાં ઐતિહાસિક પરિવર્તન, રવિવારના બદલે દર બુધવારે ભરાશે હીરા બજાર, રવિવારના દિવસે વેપારમાં પડતી મુશ્કેલીઓ દૂર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જસદણ અને વિંછીયા પંથકના હીરા ઉદ્યોગ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હીરાબજાર રવિવારના બદલે દર બુધવારે ભરાશે.

હીરા બજાર રવિવારની જગ્યાએ દર બુધવારે યોજાશે

જસદણ હીરા એસોસિએશનના માર્કેટના દિવસોમાં મોટો ફેરફાર કરી, હવે હીરા બજાર રવિવારની જગ્યાએ દર બુધવારે યોજાશે. આ નિર્ણય વેપારીઓ અને રત્નકલાકારો માટે દિવાળી જેવી ખુશી લાવી રહ્યો છે.

પંથકમાં અંદાજે 2000થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત

પંથકમાં અંદાજે 2000થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત છે. અગાઉ રવિવારના દિવસે બજાર ખુલતું હોવાથી વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને બહારથી આવતા વેપારીઓ માટે વ્યવસ્થા સવલતજનક નહોતી.

વેપારી કોઈપણ સભ્યની ઓફિસમાં બેસીને હીરાની લે-વેચ કરી શકશે

 નવા ફેરફારથી હવે વેપારીઓ દર બુધવારે બજારમાં આવી, કોઈપણ સભ્યની ઓફિસમાં બેસીને હીરાની લે-વેચ કરી શકશે. આ માટે વેપારીઓ પાસેથી કોઈપણ પ્રકારનો અવરોધ નહિ કરવામાં આવે.

હીરા માર્કેટની નવી કમિટી પણ રચાઈ

સાથે જ, હીરા માર્કેટની નવી કમિટી પણ રચાઈ છે. ઉદ્યોગમાં આ ફેરફાર વેપાર અને ઉદ્યોગસાહસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે, અને હીરા ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.,

આ પણ વાંચો—-   Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *