Kachchh: રાપરના ખીરઈ ગામમાં અસામાજિક તત્વોએ પાબુજી દાદાના મંદિરમાં તોડફોડ કરી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કચ્છમાં રાપર તાલુકાના ખીરઈ ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વોએ મંદિરમાં તોડફોડ કરતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ મંદિરમા તોડફોડ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મંદિરમાં થયેલી તોડફોડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રાપરના ખીરઈ ગામે શાંતિ ડહોળવાનો પ્રયાસ

પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના રાપર તાલુકાના ખીરઈ ગામમાં કેટલાક અસમાજિક તત્વો દ્વારા પાબુજી દાદાના મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની આસપાસના ગામમાં જાણ થતાં જ ગામના આગેવાનો અને લોકો દોડી ગયા હતાં. પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. રાપર પોલીસ અને રાપર તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સૌઢા સહિતના આગેવાનો પણ મંદિર પાસે આવી પહોંચ્યા હતાં.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

મંદિરમાં તપાસ કરતાં પાબુજી દાદાની મૂર્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. મંદિરમા તોડફોડ થતાં આસપાસના ગામમાં રહેતા લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોએ મંદિરમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચોઃ Surendranagar News: જમીન કૌભાંડમાં જેલહવાલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનો બંગલો ખાલી કરાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *