રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈ કચ્છ જિલ્લામાં અનેક વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે. ત્યારે કચ્છના નલિયામાં શિક્ષકોની ઘટ બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. કચ્છ જિલ્લામાં 4700 શિક્ષકોની ઘટ પુરવા લોકો તેમજ વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ હાથમાં બેનર રાખી વિરોધ નોંધાવ્યો હતો.
સરકારી જાહેરાત બાદ ભરતી ન કરાતા ભારે રોષ
સરકારી જાહેરાત બાદ ભરતી ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક આગેવાન સહિત લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. 1 મહિનામાં ભરતી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધીની ચીમકી પણ સ્થાનિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તેમજ કચ્છ જિલ્લામાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવા માગ કરી છે.
કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે નલિયામાં આંદોલન
નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ હાથમાં બેનર સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કચ્છ જિલ્લામાં 4700 શિક્ષકોની ઘટ છે તથા અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ઘટ લઈને લોકો વિરોધ કરી રહ્યા છે. સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ ભરતી કરી નથી. એક મહિનામાં શિક્ષકોની ઘટની ભરતી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તથા કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધી કરવાની ચીમકી પણ આપી છે. જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ સ્તર કથળી રહ્યું છે. સામાજિક આગેવાન દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું અને કચ્છ જિલ્લામાં સ્થાનિક ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે.
