Kadi: ઈન્દ્રાડ ગામે કેમિકલ કંપનીઓના પાપે વિનાશ નોતર્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

15 જાન્યુઆરી વાસી ઉતરાયણના દિવસે અચાનક ઓચિંતી મુલાકાતે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો જાસ્મીન અસરત કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે અને કરણનગર ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડાયાબિટીસથી પીડિત બાળકોની મુલાકાત લીધી હતી જે બાદ ગ્રામજનો સાથે ગ્રામ પંચાયતમાં મુલાકાત કરતા ગ્રામજનોએ પ્રદૂષણ અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જે બાદ ગામના તલાટી દ્વારા કડી તાલુકા પંચાયત ટીડીઓ મૌલિક દેસાઈ અને ગુજરાત પ્રદૂષણ બોર્ડને લેખિતમાં રજૂઆત કરી હતી.તેમ છતાં હજુ સુધી પ્રદૂષણ વિભાગના અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા નથી કે હજુ સુધી કંઈ પણ કાર્યવાહી કરાઈ નથી.

કડી તાલુકો ઉદ્યોગિક એકમથી ધમધમતો જોવા મળી રહ્યો છે અને દિવસેને દિવસે કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો વિકાસના પંથે હરણફળ ભરી લેતા હોય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ ઉદ્યોગિક એકમો દ્વારા ક્યાંકને ક્યાંક ઝેરી પ્રદૂષણ કંપનીઓમાંથી છોડવામાં આવતા આજુબાજુમાં રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે કડી તાલુકાના 6000 વસ્તી ધરાવતા ઇન્દ્રાડ ગામ વિકસિત ગામ છે, ઇન્દ્રાડ ગામે ઠેર ઠેર આરસીસી રોડ બનાવવામાં આવેલા છે તેમજ સીસી ટીવી કેમેરા સજજ ધરાવતુ ગામ છે. ગામમાં સ્કૂલ અને હાઈસ્કૂલ,બેંક અને આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે, દરેક રીતે ગામ વિકસિત છે પરંતુ પ્રદૂષણથી લોકો હેરાન પરેશાન છે જ્યારે ઇન્દ્રાડ ગામે મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને ઉદ્યોગિક એકમો દ્વારા ઝેરી ગેસ અને પ્રદૂષણ છોડાતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠયા છે. ગ્રામજનો દ્વારા 15 જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એકાએક ઓચિંતી ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા જે બાદ ગ્રામજનો દ્વારા પ્રદૂષણ ફેલાવવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ઉઠયા છે જેવી રજૂઆત કરવામાં આવી હતી જે બાદ તેઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ગામના તલાટી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી હતી જ્યારે ગ્રામજનો દ્વારા અનેક વખત પ્રદૂષણને લઈ અલગ અલગ સ્થળે રજૂઆત કરી તેમ છતાં હજુ સુધી કંઈ પણ નિરાકરણ આવતું નથી. જ્યારે ગામની અંદર આવેલ ખેતરોમાં રહેલ ટયુબવેલ માંથી લાલ પાણી અને કેમિકલ યુક્ત પાણી આવતા ખેતરોમાં વાવેલ ઉભો પાક પણ બળી જાય છે તેમજ ઢોર ઢાખરને પીવા લાયક પાણી પણ રહેતું નથી. જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠયા છે તેમ જ ઇન્દ્રાડ ગામની બાજુમાં આવેલ કલોલ તાલુકાના ધાનોટ ગામની સીમમાં પણ અનેક ઉદ્યોગિક એકમો આવેલા છે અને તે ગામની સીમમાં આવેલ અનેક કંપનીઓ દ્વારા ઝેરી પ્રદૂષણ છોડવામાં આવે છે જેથી ગ્રામજનોમાં દહેશત ઊભી થઈ ગઈ છે. ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતા કડી તાલુકાનું ઈન્દ્રાડ ગામ હાલ પ્રદૂષણના ખપ્પરમાં હોમાઈ ગયું છે. ગામમાં ધમધમતી કેમિકલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા જીવલેણ પ્રદૂષણને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. સ્થિતિ એવી છે કે શ્વાસ લેવામાં તકલીફ્ અને પીવાના પાણીની ગંભીર સમસ્યાને કારણે કેટલાય પરિવારો ગામ છોડીને હિજરત કરી ગયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *