Kalolના છત્રાલયમાં તંત્ર દ્વારા મોકડ્રીલ યોજાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પહેલગામમાં આતંકી હુમલા બાદ યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે આકસ્મિક સમયે યુદ્ધ વખતે હુમલો થાય તો કેવી રીતે બચાવ કામગીરી કરવી તેની મોકડ્રીલ કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલ ડેનિસ કેમ લિ. નામની કંપનીમાં યોજાઈ હતી.

જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને યુદ્ધના આકસ્મિક સમયે કેવી રીતે કામગીરી કરવી તેની મોકડ્રીલ કરી હતી. ભારત દ્વારા આંતકી હુમલાના જવાબમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ત્યારે યુદ્ધ જેવા અકસ્મિક સમયે કેવી રીતે કામગીરી કરવી તે અંગે સરકારની સુચનાથી કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલા ડેનિસ કેમ લેબ લિમિટેડ નામની કંપનીમાં સિવીલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુદ્ધના સમયે સંભવિત હવાઈ હુમલા તેમજ વોર્િંનગ મળેથી સુરક્ષિત સ્થાન લેવું અને ખતરો ટળી ગયા બાદ શોધ અને બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની મોકડ્રીલ કરવામાં આવી હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુમ થયેલ લોકોને કાટમાળમાં દટાયેલા અને ઘાયલ લોકોને શોધીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને ગંભીર ઘાયલોને સીવીલ હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ આગ લાગેલ સ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી મોકડ્રીલના અંતે સીવીલ ડીફેન્સના સ્ટાફ દ્વારા તાલીમ અપાઈ હતી. અને જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોકડ્રીલમાં વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *