Kapadwanj: કઠલાલમાં કમોસમી વરસાદમાં ડાંગરનો પાક સંપૂર્ણ નષ્ટ, ખેડૂતોની હાલત કફોડી બની

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કપડવંજ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય છે.કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ષઈ છે. ચોમાસુ વિદાય લીધા પછી આવેલ માવઠાને કારણે ખેતરોમાં તૈયાર થયેલી ડાંષરનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે.ડાંગરના પાકને ભારે નુકશાન થયું હોય ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂત કુદરત આગળ લાચાર બની ગયો છે.જાયે તો જાયે કહાં એવો ઘાટ ખેડૂતોનો થયો છે. કપડવંજ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.ખેડૂતોની ચોમાસાની મહેનત ઉપર પાણી ફરી વળવાને કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કપડવંજ તાલુકાના દહીઅપના સરપંચ અને ખેડૂત સાહીદ સૈયદ જણાવ્યું હતું કે કપડવંજના દહીઅપ, દુજેવાર, નવાપુરા, સાવલી, જરમાળા, આંબલિયારા, ભાથીજીના મુવાડા તથા કઠલાલ તાલુકાના કઠાણા,અનારા ગામોમાં હજારો વિદ્યામાં ડાંગરનું વાવેતર કર્યું છે.પરંતુ કમોસમી વરસાદને કારણે ઉભો પાક ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયો છે.જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકશાન થયું છે.સરકાર દ્વારા ખેડૂતોના હીતમાં વળતર મળે તો કાંઈક રાહત થઈ શકે તેમ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *