કપડવંજ પંથકમાં શહેર બહાર બાયપાસ બનવા માટે ડી.પી.આર.અને જમીન સંપાદન માટે રૂ.1.63 કરોડ ફાળવવામાં આવ્યા છે.
કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા દ્વારા ત્રણથી ચાર વખત રાજ્યના મુખ્યમંત્રીને લેખિત તથા સી.એમ.પોર્ટલ ઉપર બાયપાસ રોડ માટે રજૂઆત કરી હતી.જે અંતર્ગત રાજ્ય સરકારે કપડવંજને બાયપાસ રોડ મંજુર કરવાનો વર્ષો જુનો પ્રશ્ન હલ થશે.તથા બાયપાસ રોડ બનવાથી કપડવંજ શહેર માં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે અને અકસ્માત થવાની શક્યતા નહિવત થશે.
કપડવંજ નગરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિ દિન વધતી જાય છે.જેના કારણે અકસ્માતોનો ભોગ પણ કેટલાક નાગરિકો બન્યા છે.કપડવંજ નગરમાંથી પસાર થતા વિકાસ પથ ઉપરથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ,શહેરના નાગરિકો દ્વારા પોતાના વાહનો ઉપર પરિવહન અને રીક્ષા ચાલકો પરિવહન કરી રહ્યા છે.તથા અસંખ્ય ભારે વાહનો પરિવહન કરતા હોય ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે તેવા સંજોગોમાં ભારે વાહનો માટે બાયપાસ એ જ એકમાત્ર સમાધાન છે જે અંતર્ગત 1.63 કરોડના ખર્ચે બાયપાસને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.શહેરમાં વાહનોની વધતી જતી સંંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની છે.સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા થઈ રહેલા તમામ પ્રયાસો નાકામ રહ્યા છે.શહેરના મુખ્ય રસ્તાઓ થતા ટ્રાફિક નિયમન માટે થતાં પ્રયત્નો પણ હવે નિષ્ફળ છે.દિવસે હોય કે રાત્રિનો સમયે હોય તેવા સમયે કપડવંજમાંથી પસાર થતા માર્ગો ઉપર ટ્રાફિક જામના કારણે અવરોધો ઉભા થતા હોય અકસ્માતો સર્જાતા હોય છે.મોટા વાહનોના પરિવહનને કારણે અને અવિરત અવર-જવરના કારણે શાળાએ જતા બાળકો અને તાલુકાની પ્રજા કાયમી રીતે હેરાન પરેશાન થઈ રહી છે.જેથી મુખ્યમંત્રીને કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ રજૂઆત કરતા કપડવંજ શહેરનો મોડાસા-કપડવંજ રોડ,ડાકોર કપડવંજ રોડ તેમજ નડીઆદ-કપડવંજ રોડને જોડતો બાયપાસ રોડ બનાવવામાં આવનાર હોય મંહદઅંશે આ સમસ્યાનો ઉકેલ આવશે.તથા ચોક્કસપણે તાલુકાની જનતા અને વાહન ચાલકોને રાહત થશે.કપડવંજ શહેર તથા તાલુકા ભાજપ સંગઠને રાજ્યના મુખ્યમંત્રી તથા કપડવંજ ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
