Karjan: કરજણના કણભા ગામે લાકડાના ફટકા મારી ઇજા કરતા ફરિયાદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કરજણ તાલુકાના કણભા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ચાલતો જઈ રહેલ ફરિયાદીને આ કોણ ચડ્ડાઓ પહેરીને ગામમાં જાય છે તેમ કહી બિભત્સ જાતિવિષયક અપમાનજનક ગાળો બોલી બાવળના લાકડાના ફટકા મારી ઇજા પહોંચાડવા બાબતે એક ઈસમ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.

કરજણ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, કરજણ તાલુકાના કણભા ગામે રહેતાં ફરિયાદી વિજય મણિલાલ વસાવા ગત તા.26ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે મિત્રને ગામના ભાથુજી મંદીરે પૈસા આપવા માટે ગામમા આવેલ ક્રીકેટના મેદાનમાંથી ચાલતો-ચાલતો જતો હતો.

ત્યારે ગામનો ઇશાકઅલી મહેબુબ સૈયદ તથા બીજા માણસો ત્યાં મેદાનની બાજુમાં આવેલ બાવળ પાસે તાપણું સળગાવી બેઠેલા હતા. જ્યાં ઇશાકઅલી બિભત્સ ગાળો બોલી ફરિયાદીને આ કોણ ચડ્ડાઓ પહેરીને ગામમા જાય છે. તેમ કહેતા ફરિયાદીએ કેમ તું મને ગાળો બોલીને વાતો કરે છે. તેમ કહેતા ઇશાકઅલી એકદમ ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક શબ્દો બોલી તમારી હેસીયતમાં રહેવાનુ મારી સામે નહી બોલવાનું તેમ કહેતાં બોલાચાલી ઝઘડો થયો હતો.

જેમાં એકદમ ઉશ્કેરાઇ ગયેલ ઇશાકઅલીએ બાજુમાં પડેલ ગાંડા બાવળના લાકડાથી ફરિયાદી વિજયભાઈને માથાના ભાગે પગના ઘૂંટણ પાસે ફટકા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ મોંઢા ઉપર બે ત્રણ મુક્કા મારી દીધા હતા. જે બાબતે પોલીસે ફરિયાદ લઈ આરોપી ઇશાકઅલી મહેબુબ સૈયદ (રહે. કણભા તા. કરજણ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *