Kathlal: અકલાચા-સરસવણી વચ્ચે ભંગાર માર્ગથી લોકો તોબા પોકારી ઊઠયાં

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજના માદરે વતન સરસવણીથી અકલાચાનો રોડ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયો હોવાથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો અને આવન જવન કરતાં લોકોમાં ભારે હેરાનગતિ જોવા મળી રહી છે.આ રોડ છેલ્લા ઘણા સમયથી ઢીંચણ સમા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકોને ભારે મુશકેલી નડી રહી છે.આ ખાડા બચાવવા જતા ત્યાંથી પસાર થતાં લોકોને અકસ્માતની ભીતિ રહે છે અને અવારનવાર અકસ્માતો સર્જાય છે.આ બાબતે જાણ કરવા છતાં આ બાબતે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે તેવું વાહન ચાલકો જણાવી રહ્યા છે.આ રોડ હલદરવાસ,છીપડી,ખડાલ, રતનપુર અને ભરકુંડા જેવા 15થી વધારે ગામોને જોડતો રોડ છે અને નડિયાદ જવા આવવા માટે આ ટૂંકો રસ્તો હોઈ હજારો વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય છે પરંતુ આ રોડ ખખડધજ થઈ ગયો હોવાથી વાહનોને પારાવાર નુકસાન થાય છે અને અવારનવાર અકસ્માતો સર્જાય છે.રોડ ઉપરથી નડિયાદ તેમજ મહેમદાવાદ સાથે જોડાયેલ ખેડૂતો,વ્યાપારીઓ, વિદ્યાર્થીઓ વગેરેને આવન જાવન કરવાનું હોવાથી માથાના દુખાવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.આ બાબતે આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ આજ દિન સુધી આ રોડની મરામત કરવામાં આવી નથી.આ રોડ સત્વરે સારો કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.સામાજિક કાર્યકર જયદીપસિંહ અને નવલ જોશીના જણાવ્યા અનુસાર આ બાબતે લાગતા વળગતા વિભાગોને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ રોડ વ્યવસ્થિત કરવામાં આવ્યો નથી જેથી સત્વરે આ કાર્યવાહી કરી અને રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *