Kheda : કપડવંજ પાલિકામાં 34 લાખની ઉચાપત, દસ મહિના વિતવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા સવાલો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કપડવંજ પાલિકામાં 34 લાખની ઉચાપત થઇ હોવા છતાં 10 મહિના પછી પણ જેમની પર ઉચાપતનો આરોપ લાગ્યો છે તે કર્મચારીઓ સામે કાર્યવાહી ના કરાતા શાસકો સામે સવાલો ઉઠ્યા છે.

દસ મહિના પછી પણ કાર્યવાહી નહી

અરજદાર રાજેશ પંચાલ દ્વારા અનેકવાર આ મામલે રજુઆત કરવામાં આવી, છતાં દસ મહિના પસાર થતા પણ કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી.

એકાઉન્ટ વિભાગના બે કર્મચારીઓ સામે આરોપ

માહિતી મુજબ, પાલિકાના એકાઉન્ટ વિભાગના બે કર્મચારીઓ હુસૈનીભાઈ અને ફારુકભાઈ દ્વારા માર્ચ 2025થી માતબર રકમની ઉચાપત કરવામાં આવી હતી.

કર્મચારીઓને નોટિસ આપી અને પૈસા ભરાવવા માટે કહી દીધા

ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, ઉચાપત સામે કર્મચારીઓને નોટિસ આપી અને પૈસા ભરાવવા માટે કહી દીધા છે. માર્ચ 2025થી ચીફ ઓફિસર તપાસ કરી રહ્યા છે પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી.

પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી

જોકે, ઉચાપત સ્પષ્ટ હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, અને સમગ્ર પ્રકરણ RCMને મોકલવામાં આવ્યું છે. અરજદાર રાજેશ પંચાલે કહ્યું છે કે, જો કપડવંજ પાલિકા કાયદેસર કાર્યવાહી કરવા તૈયાર ન હોય, તો તેઓ પોતાની જાતે કાયદેસર પગલાં લેવા માટે મજબૂર રહેશે.

આ પણ વાંચો—–   Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *