Kutchના રાપરમાં ચાલ્યું દાદાનું બુલડોઝર, 5 દુકાન તોડી પાડવામાં આવી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કચ્છા રાપર શહેરમાં નગાસર તળાવ સામે શોપિંગ સેન્ટર બનાવનાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામજી કોલીના શોપિંગ સેન્ટરને આજે રાપર પોલીસ ટીમ દ્વારા તોડી પાડવાની શરુઆત કરવામાં આવી હતી. આ શોપિંગ સેન્ટરમાં 5 દુકાનો બાંધવામાં આવી હતી, જે ગેરકાયદે બાંધકામ કરી બનાવવામાં આવી હતી, આરોપી મારામારી, ખુનની કોશિશ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.

તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

ત્યારે રાપર પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરી હતી, ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યા બાદ તોડી પાડવાની શરુઆત કરવામાં આવી હતી. રાપરમાં પોલીસ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અસામાજિક તત્વો અને દબાણ કરનારા લોકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજ્યભરમાં દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠામાં અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું

20 માર્ચે બનાસકાંઠામાં પણ અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે રાજ્યના પોલીસવડા વિકાસ સહાય અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. બનાસકાંઠા પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા પોલીસ દ્વારા રીઢા ગુનેગારો અને બુટલેગરોના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

પોલીસની કાર્યવાહી બાદ અન્ય લોકોમાં ભારે ફફડાટ

એક એક રીઢા ગુનેગારોના ઘરે તપાસ કરી તેમના ઘરે રહેલા ગેરકાયદેસર પાણી, ઈલેક્ટ્રીક કનેક્શન તેમજ ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુર પોલીસ દ્વારા પણ સતત ત્રીજે દિવસે દાદાનું બુલડોઝર પાલનપુરના સોનબાગ વિસ્તારમાં ફરી વળ્યું હતું, સોનબાગ વિસ્તારમાં રહેતા બાદલ દેસાઈ નામના રીઢા ગુનેગારના ઘરે કરાયેલા ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું તો સાથે જ પાલનપુરના કીર્તિસ્થંભ માર્ગ પર બુટલેગર બબલુ ઠાકોરના ઘરે પણ કરાયેલા ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *