Kutch : દિવાળીના સપરમાં તહેવારોમાં કોડાય ગામમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા ચકચાર, હત્યારાનું આત્મસમર્પણ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કચ્છના માંડવીમાં મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી દેતાં ચકચાર મચી ગઇ છે. નાણાંની લેતીદેતીમાં ભાગીદાર મિત્રએ જ તેના મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

વિજય વૈષ્ણવ નામના યુવકની હત્યા

કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામે રહેતા વિજય વૈષ્ણવ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવાયા મુજબ નાણાંની લેતીદેતીમાં મિત્રએ છરીથી હત્યા કરી હતી.

બંને ભાગીદારીમાં કોન્ટ્રાકટરનું કામ કરતા હતા

જાણવા મળ્યા મુજબ બંને ભાગીદારીમાં કોન્ટ્રાકટરનું કામ કરતા હતા. જો કે હત્યા કર્યા બાદ આરોપી પરિમલ પંડ્યાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

નાણાંની લેતી-દેતીમાં ગળામાં છરી મારી હત્યા કરી

માંડવીના કોડાય ગામે રહેતા વિજય મનુભાઈ વૈષ્ણવની તેના જ મિત્ર કમ બિઝનેસ પાર્ટનર પરિમલ પંડ્યાએ નાણાંની લેતી-દેતીમાં ગળામાં છરી મારી હત્યા કરી હતી જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જ મિત્રએ મિત્રની હત્યા કરી દેતાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રાજપર ગામની સીમમાં વિજયની હત્યા કરી

મળેલી માહિતી મુજબ બંને મિત્રો પાણી પુરવઠા અને નર્મદા નિગમમાં સિવિલ કોન્ટ્રકટર તરીકે ભાગીદારી પેઢી ધરાવતા હતા. બુધવારે બપોરે બંને વચ્ચે હિસાબના મામલામાં માથાકૂટ થતા ઉશ્કેરાઈ ગયેલા પરિમલ પંડ્યાએ રાજપર ગામની સીમમાં વિજયની હત્યા કરી નાખી હતી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *