Lakhtar: દેવળીયામાં મારી નાંખવાના ઈરાદે કાર ચડાવી દીધી : ત્રણને ઈજા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

લખતરના દેવળીયા ગામે નજીવી બાબતે યુવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો. જેમાં કાર ચાલકના ભાઈને સમજાવવા જતા ફરી મારામારી કરી કાર ચડાવી દેવાઈ હતી. આ બનાવમાં 3 વ્યકિતઓને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની બન્ને ભાઈઓ સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

લખતર તાલુકાના દેવળીયા ગામે રહેતા 38 વર્ષીય યશપાલસિંહ વનરાજસિંહ રાણા ખેતી કરે છે. દેવળીયા ગામના સરપંચ તરીકે ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણાના ધર્મપત્ની છે. યશપાલસિંહ ગામમાં નવુ મકાન બનાવતા હોઈ પંચાયત પાસે મંજુરી અને વેરા બાબતે બન્ને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવે છે. તા. 9ના રોજ બપોરે યશપાલસિંહ ભડવાણા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી બાઈક લઈ દેવળીયા તરફ પરત આવતા હતા. ત્યારે ભાથરીયા ગામના પાદરમા અજયસિંહ બળવંતસિંહ રાણાએ સામેથી થાર કાર લઈને આવી યશપાલસિંહ પર કાર ચડાવી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યશપાલસિંહ બાઈક સહિત રોડ નીચે ઉતરી ગયા હતા. જેમાં તેમના પગે સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘરે જઈને આ વાત પરીવારજનોને કરતા તેઓ ધર્મેન્દ્રસિંહને સમજાવવા ગયા હતા. જેમાં ધર્મેન્દ્રસિંહ તેમના ભાઈનું ઉપરાણુ લઈને બોલાચાલી કરી હતી. અને ધર્મેન્દ્રસિંહ બેટ તથા અજયસિંહ ધારીયુ લઈને આવ્યા હતા. આ સમયે અજયસિંહે ધારીયા વડે યશપાલસિંહને ઈજા પહોંચાડી હતી. આથી યશપાલસિંહ નાસવા જતા ફરી કાર ચડાવી દેવાનો પ્રયાસ અજયસિંહે કરતા યશપાલસિંહ ખસી ગયા હતા પરંતુ જગદીશસિંહ જામભા અને સહદેવસિંહ જગદીશસિંહને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે લખતર પોલીસ મથકે આરોપી બન્ને ભાઈઓ ધર્મેન્દ્રસિંહ રાણા અને અજયસિંહ રાણા સામે હત્યાના પ્રયાસની કલમો સાથે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ બી.એલ.ઝાલા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *