મુસાફરોની સુરક્ષા અને નિગમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. લુણાવાડા એસટી ડેપો ખાતે ગોધરા વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ ‘માર્ગ સલામતી અને જાગૃતિ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
લુણાવાડા એસટી ડેપો ખાતે માર્ગ સલામતી અને જાગૃતિ કાર્યક્રમ
કાર્યક્રમમાં મુખ્ય વક્તા રમેશભાઈ માછીએ ડ્રાઇવરો અને કંડક્ટરોને સંબોધતા એક ગંભીર પાસા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ કર્મચારી કેફી પીણાંનું સેવન કરીને ફરજ બજાવે છે, ત્યારે માત્ર તેનો જીવ જ નહીં પરંતુ બસમાં સવાર અનેક મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાય છે. આવા કિસ્સાઓમાં સર્જાતા ગંભીર અકસ્માતોને કારણે નિગમને લાખો રૂપિયાના ક્લેમ ચૂકવવા પડે છે, જે આર્થિક રીતે મોટું નુકસાન છે.
