Mahudha પાલિકા વિસ્તારમાં દૂષિત પાણીથી કોલેરા ફેલાયો, એક અઠવાડિયામાં 40 કેસ નોંધાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ખેડાના મહુધા નપા વિસ્તારમાં કોલેરા ફેલાયો છે. એક અઠવાડિયામાં 40 કરતા વધુ કેસ નોંધાયા છે. મહુધાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દરરોજ સરેરાશ ત્રણ થી ચાર કેસો નોંધાતા હોવાની પ્રાથમિક માહિતી છે. મહુધા નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પીવાના પાણીને કારણે સ્થિતિ બગડી છે. ચોમાસામા વરસાદી પાણીના ભરવાથી પીવાની પાઇપ લાઈનોમાં દૂષિત પાણી ભળ્યું છે.

મહુધામાં કોલેરા ફેલાયો

મહુધા નપા વિસ્તારમાં કોલેરા ફેલાયો છે. એક અઠવાડિયામાં 40કેસો ઉપરાંત ખાનગી અને સરકારી હોસ્પિટલમા દાખલ કરાયા છે. દરરોજ સરેરાશ ત્રણ થી ચાર કેસો નોંધાતા હોવાની પ્રાથમિક માહિતી છે. મહુધા પાલિકા વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંકલોરીનેશન કરવાની સૂચના આપવામાં આવી છે.

અઠવાડિયા મા 40 કરતા વધુ કેસો 

શહેરેમાં ચોમાસામાં પાણી જન્ય રોગચાળામાં વધારો થયો છે. રોગચાળો વધતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સખ્યાંમાં વધારો થયો છે. મહુધા પાલિકા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થિતિ બગડી છે. મહુધા CHC ખાતે એક અઠવાડિયા મા 40 કરતા વધુ કેસો નોંધાયા છે. પાલિકા વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કલોરીનેશન કરવાની સૂચના અપાઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *