Mahudha: મહુધામાં ખુમારવાડ શાખા નહેરને લઈ ખેડૂતોની બેઠક

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મહુધા ખાતે ખુમારવાડ શાખા નહેરના નવીનીકરણને લઈ ચાલુ રવી સીઝનમાં નહેરમાં પાણી ક્યાં સુધી આવ્યું તે બાબતે ખેડૂતોની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહુધા, ફ્ણિાવ, ખુટજ, સિંધાલી, સિંહુજ, નંદગામ તેમજ અરેરા, વરસોલા, નારણપુરા, કનીજ, હરીપુરા નાં ખેડૂતોએ સહિત સરપંચે મિટિંગમાં હાજરી આપી હતી. મહુધા ખાતે ખુમારવાડ શાખા નહેરના નવીનીકરણને લઈ ચાલુ રવી સીઝનમાં નહેરમાં પાણી ક્યાં સુધી આવ્યું તે બાબતે ખેડૂતોની હાજરીમાં મિટિંગ રાખવામાં આવી હતી. તેમજ આ મિટિંગમાં ખેડૂતોની વિવિધ સુચનાઓ ને ધ્યાને લઈ તથા ખેડૂતોને કામગીરીની સમજાવટ કરતા ચાલુ રવી સીઝનમાં તા. 31/12/2025 સુધી ખુમારવાડ શાખા નહેરમાં પાણી ચાલુ રાખવા તથા તા. 1/01/2026 થી નહેરમાં સિંચાઈ માટે નહેરનું પાણી બંધ કરવા માટે સર્વાનુમતે ખેડુતોએ સંમતિ આપી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *