- રૂ.13.49 લાખની રદ થયેલ નોટો સાથે 1 શખ્સની ધરપકડ કરાઈ
- રૂ.500ની 2292 અને રૂ.1000ની 198 નોટો જપ્ત કરાઈ
- હે.કો.રાજેશભાઈ કાન્તીલાલાને મળેલ બાતમી મળી હતી
થોડા સમય પહેલાં જ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે તા.4 જૂને મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. દરમિયાન તા.9મી મેના રોજ રાત્રીએ માલપુર પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એચ.બિહોલા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે હે.કો.રાજેશભાઈ કાન્તીલાલાને મળેલ બાતમી મળી હતી કે, એક કાળા કલરની હોન્ડા સાઈન બાઈક જીજે.17.સીએચ.8145 પર એક ઈસમ ગેરકાયદે નકલી નોટોનું બડલ લઈ જઈ રહ્યો છે. જેથી પોલીસે માલપુર નજીક આવેલ ચોરીવાડ ગામના ત્રણ રસ્તાઓ ઉપર વોચ ગોઠવતા બાઈક પર સવાર જીગ્નેશ ભરતભાઈ પટેલ (રહે,પાલીખંડા, તા.શહેરા, જી.પંચમહાલ) કાપડના થેલામાં જૂની રદ થયેલી રૂ.500ની 2292 નોટો અને રૂ.1000 ની 198 નોટો સાથે પોલીસે રૂ.13,44,000 અને રૂ.50,000ના બાઈક સહિત રૂ.13,94,000ના મુદ્દામાલ સાથે જીગ્નેશ પટેલની સી.આર.પી.સી 102 મુજબ તપાસ અર્થે અટક કરી અને સી.આર.પી કલમ-41(1) ડી મુજબ ધોરણસરની ધરપકડ કરી આટલી મોટી રકમની રદ કરાયેલ ચલણી નોટ કોની હતી, કોને પહોંચાડવાની હતી તે સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
