Manavadar માં ફરી એક વાર જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી આમને સામને, પેટમાં તેલ રેડાવા બાબતે એકબીજાને જવાબ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

માણાવદરમાં ફરી એક વાર રાજકારણ ગરમાયું છે અને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે. જવાહર ચાવડાએ માણાવદરમાં બેરોજગાર સહાય અભિયાન શરુ કર્યું છે અને આ મુદ્દે જવાહર ચાવડાએ કહ્યું કે મારા આ અભિયાનથી કોઇકા પેટમાં તેલ રેડાયું છે અને સમય આવ્યે બધાને જવાબ મળી જશે. આ તરફ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું કે બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ છે.

મારા અભિયાનથી કોકના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે

જુનાગઢમાં જવાહર ચાવડાએ ઘમા લાંબા સમય બાદ મૌન તોડ્યું છે. તેમણે આજથી માણાવદરમાં બેરોજગાર સહાય અભિયાન શરુ કર્યું છે. તે સમયે કેટલાક આરોપોનો જવાબ આપતાં તેમણે મીડિયાને કહ્યું કે મારા અભિયાનથી કોકના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને મને લાગે છે કે મારુ અભિયાન યોગ્ય દિશામાં જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે સમય આવીએ બધાને જવાબ મળી જશે.

 લાગે છે કે મારુ અભિયાન યોગ્ય દિશામાં છે

જવાહર ચાવડાએ માણાવદરમાં આજથી બેરોજગારી સહાય અભિયાન શરૂ કર્યું છે. તેઓ 3 દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે અને બેરોજગાર યુવાનોની વ્યથા જાણશે . તેમણે કહ્યું કે રોજગાર સહાય અભિયાન માર્ચ અને અપ્રિલથી ચાલુ કર્યું છે. હું પહેલા તો ફિડબેક લેતો હતો કે રોજગારની જરુરીયાત કેટલી છે. હવે લોકોને લાગતું હતું કે રુબરુ મળીને ચર્ચા કરીશું તો તમને સમજાવી શકીશું કારણ કે ફોન પર લોકોને સંતોષ મળતો ન હતો. જેથી અભિયાનમાં બીજો ભાગ ચાલુ કર્યો છે. આજે અઢીસો જેટલા લોકો ચર્ચા માટે આવ્યા છે. ઘણાને મળી લીધું છે. 50 ટકા ઉપર તો ઘરના વડીલો આવ્યા હતા. સરકારનું ધ્યાન દોરીને સુધારા કરાવી શકીએ તે માટે જ્ઞાન ભેગુ કરું છું . તેમણે કહ્યું કે જે આરોપો થઇ રહ્યા છે તે તો વાત ડાઇવર્ટ કરવા થાય છે. અભિયાન ચાલશે ત્યાં સુધી કોઇ જવાબ નહી આપું . સમય આવે ત્યારે જવાબ આપીશ. હવે મને લાગે છે કોકના પેટમાં તેલ રેડાય છે તેવું મને હવે ફીલ થઇ રહ્યું છે. અને લાગે છે કે મારુ અભિયાન યોગ્ય દિશામાં છે.

બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ

જવાહર ચાવડા નિવેદન સામે ધારાસભ્યે વળતો પ્રહાર કર્યો છે. માણાવદરના MLA અરવિંદ લાડાણીએ વળતો જવાબ આપતા કહ્યું કે જવાહર ચાવડાનું બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ છે અને તે રાજકીય નાટક બાજી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેમનું સ્થાન હોય અનેસૌ કોઈ જાણે છે કે તે કોને સમર્થન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારી વચ્ચે સમાધાન થવાનો પ્રશ્ન જ નથી

કોઇકનો દોરીસંચાર લાગે છે

તેમણે કહ્યું કે જવાહરભાઇ 35 વર્ષથી રાજકારણમાં છે અને મિનીસ્ટર અને ધારાસભ્ય રહ્યા હતા તો આવા અભિયાનની હવે કેમ જરુર પડી. આ તેમનું એક નાટક છે. કોઇના પેટમાં તેલ રેડાયું નથી. રાજકીય સ્ટંટ જ છે. કોઇકનો દોરીસંચાર લાગે છે અને એવું લાગે છે કે કંઇ નવું થશે. સમાધાનનો કોઇ પ્રશ્ન નથી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *