મહાશિવરાત્રીના પાવન પર્વે અમદાવાદ ગ્રામ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં હતાં. ક્યાંક શેરડીના રસનો, ભાંગનો અભિષેક તો ક્યાંક ચાર પ્રહરની પુજા અર્ચનાથી ભગવાન શિવની ભાવપૂર્વક ભક્તિ આરાધના કરાઈ હતી. માંડલ પંથકમાં અતિપ્રાચિન અને પાંડવકાલિન ભુમિ વાવેશ્વર મહાદેવ અને ભુતનાથ મહાદેવની જગ્યામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. ભક્તોને પુજાઅર્ચના કરી, આયોજકો દ્વારા મહાઆરતી બાદ ભાંગની પ્રસાદનું વિતરણ કર્યુ હતું. એવી જ રીતે ખંભલાય માતાજી સાનિધ્યમાં આવેલ મૃત્યુંજય મહાદેવ શિવાલયમાં ભક્તોએ શેરડીનો રસ, દુધ, જળ, બિલ્વપત્ર અને વિવિધ દ્રવ્યોથી પુજા-અર્ચના કરાઈ હતી. સાંજે મહાપુજા અને રાત્રિ શૃંગારના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. ગ્રામ્યના વરમોર ખાતે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને સુશોભન કરાયું હતું સવારથી અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું તેમજ કોટેશ્વર મંદિર ખાતે આજ મહાશીવરાત્રીના મહાપર્વે ચારે પ્રહોરની મહાપૂજા તેમજ રાત્રીના 12 કલાકે ભગવાન કોટેશ્વર દાદાને વિવિધ દ્રવ્યોથી અભિષેક તેમજ ભાંગનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો તેવી જ રીતે માંડલના ભોળાનાથ મહાદેવ, પરાવાસમાં આવેલ દુધેશ્વર મહાદેવ, દાલોદ ગામે આવેલ જબ્રેશ્વર મહાદેવ, માલનપુર ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ,રામેશ્વર મહાદેવ,કડવાસણ નજીક ઝાડીની જગ્યામાં અને દેત્રોજ તાલુકામાંઆવેલ ગૌતમેશ્વર મહાદેવ, કુંતેશ્વર મહાદેવ,રામનાથ મહાદેવ સહિતના પ્રસિદ્ધ મંદિરો સહિત પંથકમાં ઠેરઠેર મહાશિવરાત્રીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ હતી.
Mandal: દેત્રોજના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા
📅 Published: February 18, 2026 |
📂 Category: Uncategorized
