માંડલ સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટિની મુદ્દત પુર્ણ થઈ ગયેલ હોવાથી તાજેતરમાં નવા 15 સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સામાન્ય મોટા ખેડૂત વિભાગમાં 9 સભ્યો, સામાન્ય નાના ખેડુત વિભાગમાં 3 સભ્યો, સામાન્ય મોટા અને નાના મહિલા ખેડૂત બંને વિભાગની 1-1 બેઠક અને અનુસુચિત જાતિ ખેડુત વિભાગની 1 બેઠક આમ કુલ 15 સભ્યોની જગ્યા ભરવાની થતી હોય અગાઉ ચુંટણી પ્રક્રિયામાં મતદારયાદી પ્રસિદ્ધિ, ફોર્મ ભરવાની, ચકાસવાની અને ખેંચવા સહિતની પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં અગાઉ સામાન્ય મોટા ખેડુત વિભાગના 9 સભ્યો બિનહરીફ રીતે ચુંટાઈ આવ્યાં, નાના-મોટા ખેડુત મહિલા વિભાગની પણ બંને મહિલા સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવેલ અને માત્ર સામાન્ય નાના ખેડુતો (3) અને અનુસુચિત જાતિ ખેડુત (1) વિભાગની ચુંટણી પ્રક્રિયા આજ તા.10મીને મંગળવારના રોજ યોજાઈ હતી. સામાન્ય નાના ખેડુત વિભાગની 3 જગ્યા માટે 4 ઉમેદવારો ચુંટણી લડયાં અને અનુ.જાતિ વિભાગના એક સભ્યની જગ્યા માટે બે ઉમેદવારો ચુંટણી લડયાં હતાં. ચુંટણી અધિકારી રાજેશ.કે.બારોટ અધ્યક્ષતામાં મંડળીના બિનહરીફ પ્રતિનિધિઓના સહકારથી અને ખેડુતો,મતદાતાઓના વિશેષ સહકારથી આ ચુંટણી પ્રક્રિયા સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધીમાં શાંતિપુર્ણ માહોલ વચ્ચે યોજાઈ અને ત્યારબાદ ચુંટણી પરિણામ જાહેર કરાયું હતું અને બિનહરીફ/ચુંટાયેલા સર્વે 15 સભ્યોની સત્તાવાર જાહેરાત ચુંટણી અધિકારી દ્વારા કરાયેલ હતી.
Mandal: સેવા સહકારી મંડળીની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન
📅 Published: February 18, 2026 |
📂 Category: Uncategorized
