Mandvi બીચ પર છરી લઈને ફરતા શખ્સની પોલીસની શી ટીમે કરી ધરપકડ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કચ્છના માંડવીમાં આવેલા સુપ્રસિદ્ધ બીચ પર છરી લઈને ફરતા એક શખ્સને માંડવી પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ જાહેર સ્થળોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરીને સંભવિત ખતરાને ટાળી દીધો છે. માંડવી પોલીસની શી ટીમ દ્વારા માંડવી બીચ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક શખ્સ શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો.

માંડવી પોલીસે આરોપીને છરી સાથે ઝડપ્યો

પોલીસે તેને રોકીને તલાશી લેતા તેની પાસેથી એક તીક્ષ્ણ છરી મળી આવી હતી. પોલીસે તાત્કાલિક આ શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અર્નિશ ગુલમામદ જત તરીકે થઈ છે. તે કયા ઇરાદાથી છરી લઈને બીચ પર ફરી રહ્યો હતો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે અર્નિશ ગુલમામદ જત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનો નોંધ્યો છે. માંડવી બીચ પર દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પર્યટકો ફરવા માટે આવતા હોય છે.

આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરાઇ

આવા જાહેર સ્થળે કોઈ શખ્સ હથિયાર સાથે ફરતો હોય તે ખરેખર ચિંતાનો વિષય છે. પોલીસે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવી અત્યંત જરૂરી છે. પોલીસની સમયસૂચકતા અને સજ્જતાને કારણે કોઈ મોટી ઘટના બનતા અટકી છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને પોલીસે બીચની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે પગલાં ભરવાનું આયોજન કર્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *