Megharaj: વાઘોરાના જંગલમાં આગની લપેટમાં કિંમતી વનરાજી હોમાઈ, કારણ શોધવા વન વિભાગ મેદાને

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા હેઠળ આવતા વાઘોરાના જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. સુકા ઘાસ અને પવનને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં જંગલની કિંમતી વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે.

મેઘરજના વાઘોરાના જંગલમાં ભીષણ આગ

વાઘોરાના જંગલમાં આગ લાગ્યાની જાણ થતા જ આસપાસના ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવતા વનકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત અને કલાકોની મહેનત બાદ આખરે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો

પ્રાથમિક અહેવાલો મુજબ, આ આગમાં વિશાળ વિસ્તારમાં ફેલાયેલી વનરાજી ભસ્મીભૂત થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ, માનવસર્જિત ભૂલ કે અન્ય કોઈ કારણસર આગ લાગી છે તે જાણવા વન વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Anand: બોરસદમાં મહાશિવરાત્રિએ શક્તિ અને ભક્તિનો સંગમ, 35 હજારથી વધુ શ્રદ્ધાળુઓ સાથે ‘શિવજી કી સવારી’ નીકળી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *