Mehsanaના વિજાપુરમાં ખેતરમાં મગફળીના થ્રેસરમાં ખેંચાઈને ફસાઈ જતાં શ્રમિક મહિલાનું કમકમાટીભર્યું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મોતીપુરા ગામ નજીક ખેતરમાં કામ કરતી એક શ્રમિક મહિલાનું ટ્રેક્ટર સંચાલિત થ્રેસર મશીનમાં આવી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોતીપુરા ગામ નજીક એક ખેતરમાં મગફળીના પાકની લણણી અને દાણા અલગ પાડવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી માટે શ્રમિક મહિલાઓ ખેત મજૂરી અર્થે આવી હતી.

ખેતરમાં મગફળીનો પાક લેતા સમયે બન્યો બનાવ

મગફળીના પાકને થ્રેસર મશીનમાં નાખવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અકસ્માતે એક મહિલા થ્રેસરમાં ખેંચાઈને ફસાઈ ગઈ હતી. થ્રેસર મશીનમાં ફસાઈ જવાથી મહિલાને ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્યાં હાજર અન્ય શ્રમિકો અને ખેડૂતો સ્તબ્ધ થઈ ગયા હતા.

ટ્રેક્ટર સંચાલિત થ્રેસરમાં મહિલા ખેંચાઈને ફસાઈ

આ ઘટના બે દિવસ અગાઉ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો વિડીયો હાલમાં સામે આવ્યા છે. અકસ્માત બાદ તરત જ મહિલાને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ખેતીની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા થ્રેસર જેવા મશીનોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી કેટલી અનિવાર્ય છે. તે આ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *