
Malaysia Restarts MH370 Hunt After a Decade | મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નં. 370 (MH370) એ આધુનિક વિમાની ઇતિહાસની સૌથી રહસ્યમય ઘટના બની ગઈ છે. 8 માર્ચ, 2014 ના રોજ કુઆલાલમ્પુરથી બેઇજિંગ જવા માટે 239 યાત્રીઓ અને ક્રૂ સભ્યો સહિત ઉડાન ભર્યા પછી બોઇંગ 777-200ER વિમાન મલક્કાની સામુદ્રધુની પર રડાર પરથી અદૃશ્ય થઈ ગયું હતું. શરૂઆતી શોધખોળ દરમિયાન મળેલા સેટેલાઇટ ડેટાને આધારે વિમાન તેના નિયત માર્ગથી ભટકીને દક્ષિણ હિંદ મહાસાગરમાં ક્યાંક ક્રેશ થઈ ગયું હોવાનું મનાય છે. વિમાનની શોધ માટે બહુ પ્રયાસો કરાયા છતાં એમાં સફળતા નહોતી મળી. હવે, દુર્ઘટનાના એક દસકા પછી ફરી એક શોધ અભિયાન શરૂ કરાઈ રહ્યું છે.
