Morbi News: મચ્છુ-2 ડેમમાં ડૂબેલા સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મોરબીના મચ્છુ-2 ડેમમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી ડૂબી ગયેલા 17 વર્ષીય સગીરનો મૃતદેહ લાંબી શોધખોળ બાદ મળી આવ્યો છે. રવિવારે બનેલી આ ઘટનામાં સતત 45 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનના અંતે સગીરની લાશ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની વિગત ગત રવિવારે ત્રણ મિત્રો મચ્છુ-2 ડેમમાં ન્હાવા માટે પડ્યા હતા. ન્હાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી 17 વર્ષીય સાહિલ દીપકભાઈ નામનો સગીર ડૂબવા લાગ્યો હતો.

સગીરનો મૃતદેહ 45 કલાક બાદ મળ્યો

અન્ય મિત્રોએ બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ સાહિલ પાણીમાં લાપતા થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી. ત્રણ જિલ્લાની ટીમોનું સંયુક્ત ઓપરેશન સગીરની શોધખોળ માટે મોરબી ફાયર વિભાગ ઉપરાંત રાજકોટ અને જામનગરની ફાયર ફાઈટર ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. આધુનિક સાધનો અને તરવૈયાઓની મદદથી ડેમના ઊંડા પાણીમાં સતત 45 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

અંતે મંગળવારે સાહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ કાર્યવાહી સગીરની લાશ મળી આવતા પોલીસે તેનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મોરબી પોલીસે અકસ્માતે મોતના આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરશિયાળે ન્હાવા પડતી વખતે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *