Muli: ગ્રામ્યમાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાએ ઝેરનાં પારખાં કરતા ચકચાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મૂળી તાલુકા ગ્રામ્યમાં રહેતી સગીરા સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં સગીરાને ગર્ભ રહી જતા એકાદ માસ પહેલા આરોપીએ ગર્ભપાતની ટીકડીઓ આપતા સગીરાએ અધુરા માસવાળા બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવમાં લાગી આવતા સગીરાએ મૂળી ગ્રામ્યની વાડીમાં જ ઝેરી દવા પી મોતને વહાલું કરી લીધુ છે.

મૂળી તાલુકા ગ્રામ્યમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ તે ગર્ભવતી બની હોવાનું અને અધુરા માસવાળા બાળકને જન્મ આપ્યાનું સામે આવ્યુ હતુ. જેમાં મૂળી તાલુકાના એક ગામમાં વાડી વિસ્તારમાં કામ કરતા પરિવારની 15 વર્ષની સગીર દિકરીને ગત તા. 28-12-24ના રોજ બ્લડીંગ થતા સારવાર માટે સુરેન્દ્રનગર દવાખાને લઈ જવાઈ હતી. જેમાં તેણે અધુરા માસવાળા બાળકને જન્મ આપ્યો હતો. બનાવની જાણ દવાખાના દ્વારા એ ડીવીઝન પોલીસને કરાતા આ બાબતની એમએલસી નોંધી મુળી પોલીસ મથકે જાણ કરાઈ હતી. આરોપી કુલદીપ રાયમલભાઈ સોલંકી સામે પોકસોની કલમ અંતર્ગત જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે આરોપી કુલદીપને ઝડપી લીધો હતો.

જેમાં સગીરા દુષ્કર્મ બાદ ગર્ભવતી થઈ હોવાની જાણ થતા કુલદીપે ગર્ભપાતની ટીકડીઓ ખવડાવી હતી અને ગર્ભ કઢાવી નાંખ્યો હતો. આ બનાવ બાદ સગીરાએ ગત તા. 26-1-25થી તા. 27મીની સાંજ સુધીમાં કોઈપણ સમયે વાડીમાં ઝેરી દવા પી મોતને વહાલું કરી લીધુ હતુ. જેમાં સગીરાના મૃતદેહને પીએમ માટે મૂળી હોસ્પિટલ લઈ જવાયો હતો. આ બનાવની જાહેરાત સગીરાના પિતાએ મૂળી પોલીસ મથકે કરતા અમોત નોંધી વધુ તપાસ એચસી આર. ડી. પરમાર ચલાવી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *