Muli: તાલુકા ગ્રામ્યમાં ગોદાવરી નદીમાંથી ખનીજ ચોરી કરતા હોડકાં ઝડપી પાડયાં

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મૂળી તાલુકાના ગોદાવરી ગામ નજીક નદીમાંથી ગેરકાયદેસર ખનિજચોરી કરતા દશ લાખ રૂપિયાની કિમતના હોડકા ઝડપી ખનીજ વિભાગને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન દ્વારા ખનીજ માફ્યિાઓ ઉપર સતત તવાઈ બોલાવાઈ રહી છે.ત્યારે મુળી વિસ્તારમાં રાત્રે ચેકિંગ સમયે રેકી કરતા ત્રણ ઝડપાયા બાદ આ વિસ્તારમાં સતત ચેકિંગ કરવા આદેશ અપાયા હતા.ત્યારે મૂળીના ગોદાવરી ગામ પછી નદી પાસે અને નદીમાં ગેરકાયદેસર ખનન થવાની બાતમી ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાને મળતાની સાથે જ મુળી મામલતદારની ટીમને તાત્કાલિક મોકલતા નદીમાંથી ખનીજચોરી કરતા દશ લાખ રૂપિયાની કિમતના બે હોડકા અને લોખંડના પાઈપ શહિતનો બિનવારસી મુદામાલ જપ્ત કરી ગોદાવરી સરપંચને કસ્ટડી સોપી દીધેલ છે.સાથે ડેપ્યુટી કલેકટર મકવાણાએ જણાવેલ કે ખનીજચોરી કરતા ઝડપાયેલ સીઝ કરેલો મુદામાલ ફરીથી ઉપયોગમાં લેવાશે તો સરપંચ સામે કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. આમ ખનીજ ચોરો ઉપર સકંજો કસતા ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *