ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલી મોટી શાક માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં અંદાજે 6 જેટલી દુકાનો સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી.
કોથળા, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ સળગી ઉઠી
આગના કારણે કોથળા, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ સળગી ઉઠી હતી. ખાસ કરીને લસણ સહિતના શાકભાજીનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થયો છે. આગને કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી
ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ વધુ ફેલાય તે પહેલાં જ ફાયર વિભાગે પરિસ્થિતિ સંભાળી લીધી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અફરા તફરીનો માહોલ
આ ઘટનાથી શાક માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો—– ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની ઉજવણી કરાઇ
