Nadiad : શ્રેયસ રેલવે ઓવરબ્રિજને રેલવેની મંજૂરી, જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇગની મંજૂરી બાદ કામગીરી શરૂ થશે

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

નડિયાદમાં શ્રેયસ રેલવે ઓવરબ્રિજ (ROB) બનાવવાની કામગીરી માટે વડોદરા પશ્ચિમ રેલવે વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઓવરબ્રિજનું નિર્માણ 100% રાજ્ય સરકારના ખર્ચે કરવામાં આવશે.

ઓવરબ્રિજના જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ પર કામ શરૂ કરવા વિનંતી

રાજ્ય સરકારે ઓવરબ્રિજના જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ પર કામ શરૂ કરવા વિનંતી કરી છે. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મંજૂરી અંગે સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યો છે.

સંયુક્ત સ્થળ નિરીક્ષણ બાદ આગળની કામગીરી

ઓવરબ્રિજના નિર્માણ માટે સંયુક્ત સ્થળ નિરીક્ષણ બાદ આગળની કામગીરી હાથ ધરાશે. રેલવે વિભાગના અંદાજ અને સુપરવિઝન ચાર્જિસ અંગેનું નક્કી પરિણામ બાદમાં જાહેર કરવામાં આવશે.

 ટ્રાફિક સમસ્યાનો ઘટાડો થશે

આ ઓવરબ્રિજ નિર્માણથી શહેરના ટ્રાફિક સમસ્યાનો ઘટાડો અને ટ્રાફિક વ્યવસ્થામાં સુવિધા આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો—–     Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *